2020નું અર્થશાસ્ત્રનું નોબેલ જાહેર, અર્થશાસ્ત્રી પૉલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને મળ્યું નોબેલ

2020નું અર્થશાસ્ત્રનું નોબેલ જાહેર, અર્થશાસ્ત્રી પૉલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને મળ્યું નોબેલ

વર્ષ 2020નો અર્થશાસ્ત્ર વિજ્ઞાનનો નોબેલ પ્રાઈઝ જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડ અમેરીકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિજ્ઞાની પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનના ફાળે ગયો છે. તેઓને ઓક્શન એટલે કે, હરાજી માટેનાં સિધ્ધાંતો અને તેની નવી પધ્ધતિઓનાં સંશોધન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમનાં સંશોધનનાં કારણે ન ફક્ત વસ્તુઓ પણ સેવાઓની હરાજી પણ સરળતા બની રહે છે. રેડિયો ફિક્વન્સીની હરાજી જેવી બિનપરંપરાગત સેવાઓની હરાજી આ સંશોધનનાં કારણે શક્ય બની. તેમનાં સંશોધનનાં કારણે ખરીદદારો, વેચાણકર્તા અને ટેક્સ ભરનારા લોકોને ફાયદો થઈ રહ્યો છે.