Civil Service Exam importance / સિવિલ સેવા પરીક્ષાનું મહત્ત્વ

Civil Service Exam importance / સિવિલ સેવા પરીક્ષાનું મહત્ત્વ

  • 13 March 2019
  • LIBERTY
  • 0 COMMENTS

શા માટે આપણે સિવિલ સેવકના રૂપમાં આપણું કેરિઅર પસંદ કરવા માંગીએ છીએ - શું ફક્ત દેશ સેવા માટે ? તે તો અન્ય રૂપોમાં પણ કરી શકાય છે. અથવા માત્ર પૈસા માટે ? પરંતુ આનાથી અધિક વેતન તો અન્ય નોકરીઓ અને વ્યવસાયોમાં મળી શકે છે. તો એનું કારણ શું છે કે સિવિલ સેવા આપણને આટલું આકર્ષિત કરે છે ? આવો, હવે તમને સિવિલ સેવાની કેટલીક ખૂબીઓથી અવગત કરીએ છીએ જે આને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.

જો શાસન વ્યવસ્થાના સ્તર પર જોઈએ તો કાર્યપાલિકાની મહત્ત્વપૂર્ણ જવાબદારીઓનું વહન સિવિલ સેવકોના માધ્યમથી જ થાય છે.

ભારતની આઝાદી પહેલા, જયારે આ પદોની ભૂમિકા નિયંત્રકના રૂપમાં હતી, ત્યાં હવે આની ભૂમિકા કલ્યાણકારી રાજ્યના કર્તાના રૂપમાં બદલાઈ ગઈ છે, જેના મૂળમાં દેશ અને વ્યક્તિનો વિકાસ રહેલો છે.

આ એકમાત્ર એવી પરીક્ષા છે જેમાં સફળ થયા બાદ વિવિધ વિસ્તારોના વહીવટના ઉચ્ચ પદો પર બેસવા અને નીતિ-નિર્માણમાં અસરકારક ભૂમિકા નિભાવવાની તક મળે છે.

આમાં ફક્ત આકર્ષક વેતન, પદની સુરક્ષા, કાર્યક્ષેત્રની વિવિધતા અને અન્ય તમામ પ્રકારની સુવિધાઓ જ નથી મળતી પરંતુ દેશના વહીવટમાં ટોચ પર પહોંચવાના અવસરની સાથે-સાથે ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠા પણ મળે છે.

આપણને રોજે રોજ IAS, IPS અધિકારીઓના વિશે વાંચવા-સાંભળવા મળે છે, જેમણે પોતાના જિલ્લામાં અથવા કોઈ અન્ય વિસ્તારમાં મહાન કામ કર્યા હોય છે. આ અદ્ભુત કાર્ય પાછળ તેમની વ્યક્તિગત મહેનત તો હોય છે જ, સાથે જ આમાં મોટો ફાળો આ સેવાની પ્રકૃતિનો પણ છે જે તેમને ઘણા બધા વિકલ્પ અને તે વિકલ્પો પર સફળતાપૂર્વક કાર્ય કરવાની તક આપે છે.

આવા ઘણા સિવિલ સેવક છે જેમનું કાર્ય આપણા માટે પ્રેરણાસ્ત્રોતના સમાન છે. જેમ કે બી. ડી. શર્મા જેવા IAS અધિકારીએ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે નક્સલવાદની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો તથા આદિવાસી વિસ્તારોમાં સફળતાપૂર્વક ઘણી ગતિશીલ યોજનાઓને ચલાવીને ઘણા લોકપ્રિય થયા. આવી જ રીતે, અનિલ બોર્ડિયા જેવા IAS અધિકારીએ શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું. આવા ઘણાં ઉદાહરણ છે જેમાં આ સેવાની હેઠળ ઘણા મહાન કાર્ય કરવાની તક મળી, જેના કારણે આ સેવા ઉમેદવારોને ઘણી આકર્ષિત કરે છે.

એકંદરે, સિવિલ સેવામાં ગયા પછી આપણી પાસે આગળ વધવાની અને દેશને આગળ વધારવાની ઘણી તકો હોય છે. સૌથી વધુ આપણે એક સાથે ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષણ, મેનેજમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોના વિકાસમાં ફાળો આપી શકીએ છે જે કોઈ અન્ય સાર્વજનિક ક્ષેત્રમાં ભાગ્યે જ સંભવ છે.

સિવિલ સેવકોની પાસે એવી ઘણી સંસ્થાકીય શક્તિઓ હોય છે જેનો ઉપયોગ કરીને તે કોઈ પણ ક્ષેત્રમાં ભારે બદલાવ લાવી શકે છે. આ જ કારણ છે કે અલગ-અલગ ક્ષેત્રોમાં સફળ લોકો પણ આ સેવાના પ્રતિ આકર્ષિત થાય છે.

Write a Comment