PM મોદી આજે પશ્ચિમ બંગાળ, ઓડિશામાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઇ નિરીક્ષણ

PM મોદી આજે પશ્ચિમ બંગાળ, ઓડિશામાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઇ નિરીક્ષણ

  • રાહત તથા બચાવ કામગીરીને લઇને હાથ ધરાયેલ કામકાજ અંગેની બેઠકની સમીક્ષા બેઠકમાં પણ આપશે હાજરી

અમ્ફાન વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં ભયાનક તારાજી સર્જાઇ છે. તેના કારણે અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે. આ દરમિયાન પરિસ્થિતિનો તાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. સાથે જ તેઓે રિવ્યૂ મીટિંગ પણ કરશે, જેમા રાહત અને બચાવને લઇને ચર્ચા થશે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળની સાથે-સાથે  ઓડિશામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી હોવાથી પ્રધાનમંત્રી મોદી  ઓડિશામાં પણ હવાઇ નિરીક્ષણ કરવાના છે. તેમના આ પ્રવાસ અંગેની જાણકારી પીએમઓ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી હતી.