કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણસિંહે વર્કિંગ કમિટી બોલાવવા કર્યો આગ્રહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણસિંહે વર્કિંગ કમિટી બોલાવવા કર્યો આગ્રહ

કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે જલ્દી જ વિચારણા કરવામાં આવે - કર્ણસિંહ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.

આ સ્થિતિને જોતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણસિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોંગ્રેસ જે ભ્રમની સ્થિતિમાં ભટકી રહી છે તેનાથી તેઓ ચિંતિત છે.

તેમણે જણાવ્યું કે, 25 મેના રોજ રાહુલ ગાંધીના પદ છોડવાના નિર્ણયને સન્માન કરવાના બદલે એક મહિનાનો સમય તેમનું રાજીનામું પરત લેવાના અનુરોધમાં સમય બરબાદ કરવામાં આવ્યો.

કર્ણસિંહે પૂર્વ પીએમ મનમોહનસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલવવાનો પણ આગ્રહ કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે,કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે જલ્દી જ વિચારણા કરવામાં આવે