Howdy, Mody ! કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થશે

Howdy, Mody ! કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થશે

હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે હાઉડી મોદીકાર્યક્રમ

22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના હ્યુસ્ટનમાં આયોજિત થનારા હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે..વ્હાઈટ હાઉસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે..આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રથમવાર એવુ જોવા મળશે કે જેમાં 50 હજારથી વધુ ભારતીય સમુદાયના લોકોને દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતાઓ એકસાથે સંબોધન કરશે..આ કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે.