G-20ની અધ્યક્ષતા કરી રહેલા સાઉદી અરબે કોવિડ-19થી લોકો પર પડી રહેલી આર્થિક અસર પર ચર્ચા કરવાનું નક્કી કર્યુ છે.

G-20ની અધ્યક્ષતા કરી રહેલા સાઉદી અરબે કોવિડ-19થી લોકો પર પડી રહેલી આર્થિક અસર પર ચર્ચા કરવાનું નક્કી કર્યુ છે.

G-20 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સાથે મહામારીની અસરને રોકવા માટે પોતાના તરફથી જરુરી પગલાઓ ભરશે. નોંધનીય છે કે G-20ના પ્રસ્તાવ પહેલાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ સલમાન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી જેમાં બનેં નેતાઓએ કોવિડ-19ની મહામારીની વૈશ્ર્વિક સ્થિતિ પર ચર્ચા વિચારણા કરી હતી.

G-20ની અધ્યક્ષતા કરી રહેલા સાઉદી અરબે, કોવિડ-19 મહામારી અને તેનાથી કરોડો લોકો પર પડી રહેલી આર્થિક અસર પર ચર્ચા કરવાનું નક્કી કર્યુ છે. આ ચર્ચા કરવા માટે તેમણે આવતા અઠવાડિયે અપ્રત્યક્ષ શિખર સંમ્મેલનનું આયોજન કર્યુ છે. G-20 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સાથે મહામારીની અસરને રોકવા માટે પોતાના તરફથી જરુરી પગલાઓ ભરશે. નોંધનીય છે કે G-20ના પ્રસ્તાવ પહેલાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ સલમાન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી જેમાં બનેં નેતાઓએ કોવિડ-19ની મહામારીની વૈશ્ર્વિક સ્થિતિ પર ચર્ચા વિચારણા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સમન્વિત પ્રયત્નો પર ભાર મુક્યો હતો. આ મહામારીની સમગ્ર વિશ્વ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. જોકે પ્રધાનમંત્રીએ સમન્વિત પ્રયત્નો માટે તાજેતરમાં જ સાર્ક દેશો સાથે વિડીઓ કોન્ફરન્સીંગ દ્વારા વિચાર વિર્મશની ભારતની પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટેલિફોનિક વાતચીતમાં બનેં નેતાઓએ એવો નિર્ણય કર્યો છે કે આ વિશે બનેં દેશના અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે.