'ફોની'થી ગુજરાત આવનારી ટ્રેનો પ્રભાવિત

'ફોની'થી ગુજરાત આવનારી ટ્રેનો પ્રભાવિત

કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ તો કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ.

ફોની ચક્રવાતની કોઇ સીધી અસર ગુજરાત પર જોવા મળી નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી પુરી જતી અને અમદાવાદ આવનારી ટ્રેનો પ્રભાવિત થઇ છે.

જેમાં કેટલીક ટ્રેનો રદ થઇ છે, તો કેટલીક ટ્રેનોને પરિવર્તીત માર્ગે દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 18406 અમદાવાદ-પુરી, 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ તેમજ અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.