શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં PM મોદીનું સંબોધન

શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં PM મોદીનું સંબોધન

કહ્યું, સંયુક્ત રાષ્ટ્રએ 75 વર્ષ પૂર્ણ કર્યા , પરંતુ તેનું મૂળ લક્ષ્ય હજી પણ અધુરૂ - શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પર છે ભારતનો દ્રઢ વિશ્વાસ -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શાંઘાઇ ચીન સહયોગ સંગઠનની શિખર બેઠકને વર્ચ્યુઅલી સંબોધી હતી. શિખર બેઠકને સંબોધતાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું , કે સંયુક્ત રાષ્ટ્રે 75 વર્ષ પુરા કર્યા, પરંતુ મૂળ હેતુ હજી અધુરા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યું છે. તેવામાં યુએન વ્યવસ્થામાં, આમુલ પરિવર્તન થવાની જરૂર છે. તેમણે મહામારી કાળમાં ભારત દ્વારા શરૂ થયેલા આત્મનિર્ભર ભારત અભિયાનની વાત કરતા કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક અર્થતંત્રને બેઠું કરવામાં પણ મદદ કરશે. 

પ્રધાનમંત્રીએ બેઠકના આયોજન બદલ , રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને અભિનંદન આપ્યા હતા. વર્ચ્યુઅલ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.