લિથિયમ આયર્ન બેટરીના વિકાસ માટે રસાયણ ક્ષેત્રમાં ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ એનાયત

લિથિયમ આયર્ન બેટરીના વિકાસ માટે રસાયણ ક્ષેત્રમાં ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ એનાયત

રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા 2019 નુ રસાયણ શાસ્ત્રનુ નોબેલ પ્રાઈઝ ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે. જ્હોન બી ગુડેનુ, એમ સ્ટેન્લી વિટિંગ્મ અને અકીરા યોશિનોને લિથિયમ આયર્ન બેટરીના વિકાસ માટે અપાયુ છે.

રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા 2019 નુ રસાયણ શાસ્ત્રનુ નોબેલ પ્રાઈઝ ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે.

જ્હોન બી ગુડેનુ, એમ સ્ટેન્લી વિટિંગ્મ અને અકીરા યોશિનોને લિથિયમ આયર્ન બેટરીના વિકાસ માટે અપાયુ છે. આપણી આસપાસ મોબાઈલથી માંડીને લેપટોપ સુધી રિચાર્જ કરી શકાય અનેહળવા વજનની લિથિયમ આયર્ન બેટરીએ આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા છે. બેટરીમાં પરંપરાગત કે બિનપરંપરાગત રીતે પેદા થતી ઊર્જાનો સંચય કરવાની અનોખી ક્ષમતા છે. અને ક્ષમતા જીવાશ્મ ઈંધણ થી પેદા થતા પ્રદૂષણ સામે લડવામાં મદદરૂપ થશે.