ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને FIHના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળ્યો

ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને FIHના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળ્યો

રાષ્ટ્રીય પુરૂષ હોકી ટીમના કપ્તાન મનપ્રીતે એફ.આઈ.એચ.ના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતી લીધો છે. આ સાથે જ મનપ્રીત આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્ષના સર્વ શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય બની રહ્યા છે. વર્ષ 2019નું સેશન મનપ્રીત માટે યાદગાર રહ્યું. આ સેશનમાં તેમના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સ્થાન બનાવ્યું હતું. 1999માં આ પુરસ્કારની શરૂઆત થયા પછી મનપ્રીત આ પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય બની રહ્યા છે. મનપ્રીતે આ પુરસ્કાર માટેની સ્પર્ધામાં બેલ્જિયમ અને આર્જેન્ટિનાના હોકી ખેલાડીઓને પણ પાછળ રાખી દીધા. નેધરલેન્ડની ઈવાદ ગોઈડે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી જાહેર થઈ હતી