ભારતીય ક્રિકટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજસિંહની ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત

ભારતીય ક્રિકટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજસિંહની ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત

હું હવે કેન્સર પીડિતો માટે કામ કરવા માંગું છું - યુવરાજસિંહ

ભારતીય ક્રિકેટ જગતમાં ,પોતાની ધૂઆંધાર બેટિંગથી જાણીતા યુવરાજ સિંહે ,ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

તેમજ જણાવ્યું હતું ,કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે ,તેમજ હું હવે કેન્સર પીડિતો માટે ,કામ કરવા માંગું છું.

વર્ષ 2011ના ,વિશ્વ કપમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ,યુવરાજે પોતાની કારર્કિર્દીમાં 40 ટેસ્ટ તેમજ 304 વન ડે રમી છે. સાથે જ ,તેણે 58 ટી 20 ઇન્ટરનએશનલ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

વર્ષ 2011 બાદ કેન્સરની બિમારી જાહેર થતા યુવરાજનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. જોકે તેણે ઉત્તમ સારવાર અને મક્કમ મનોબળના જોરે ,કેન્સરને માત આપીને ,ફરીથી સફળ કારર્કિર્દી શરૂ કરીને ,લોકો માટે પ્રેરણારૂપ બન્યા.