બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો ભારતની ચાર દિવસની મુલાકાતે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો ભારતની ચાર દિવસની મુલાકાતે

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો ભારતની ચાર દિવસની મુલાકાતે પધાર્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને પાલમના હવાઈદળ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. શ્રી બોલસોનારોનું આવતીકાલે રાષ્ટ્રીય ભવનના પ્રાંગણમાં વિધિવત્ સ્વાગત થશે. રાષ્ટ્રપતિએ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું છે. આવતીકાલે બ્રાઝીલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણાઓ થશે. અને તેમાં કેટલાંક સમજૂતી કરાર થાય તેવી સંભાવના છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિની સાથે આઠ મંત્રીઓ, ચાર સાંસદો, અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિમંડળ પણ છે.