પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને કર્યું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને કર્યું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : રાજ્યસભાના 250માં સત્ર દરમિયાન હું અહીં હાજર તમામ સાંસદોને અભિનંદન આપું છું. 250 સત્રોની યાત્રામાં જે સાંસદોએ ફાળો આપ્યો છે, તે બધા અભિનંદનના પાત્ર છે. હું તેમનો આદરપૂર્વક સ્મરણ કરું છું.

રાજ્યસભામાં ઐતિહાસિક 250મા સત્ર પર વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં જણાવ્યું કે, 250 સત્ર પુરા થયા છે, સમય માત્ર પસાર થયો એવું નથી, પરંતુ આપણી એક વિચાર યાત્રા છે. આપણી વિચાર યાત્રા ભારતની વિકાસ યાત્રાને પ્રતિબિંબિત કરે છે. અને મહત્વપૂર્ણ અવસરના સાક્ષી બનવા માટે અને તેમાં ભાગ લેવાનો આપણને અવસર મળ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સદને અનેક ઐતિહાસિક પળ જોઈ છે. સંવિધાન નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી છે તે ખુબ ઉપયોગી છે

રાજ્યસભાના કાર્યના વખાણ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સદને ધારા 370 ખતમ કરી છે અને આરક્ષણ દ્વારા ગરીબોને તેમનો અધિકાર અપાવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજીએ કહ્યું હતું કે, રાજ્ય સભા સેકંડ હાઉસ છે સેકેન્ડરી હાઉસ નહીં. તેથી સદનમાં એકતામાં અનેકતા જોવા મળે છે. રાજ્યસભાના સભ્યોએ આપેલા યોગદાન બદલ પ્રધાનમંત્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.‘ગૃહના બે મુખ્ય પાસાઓ છે. એક સ્થાયિત્વ અને બીજો વિવિધતા. લોકો આવે છેને જાય છે પણ, સ્થાયિત્વ બનતું રહે છે. ભારતની અનેકતામાં એકતા જે સૂત્ર છે, તેની સૌથી મોટી શક્તિ ગૃહમાં જોવા મળે છે. ’