પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં વીજળી અને શહેરી ક્ષેત્રને લગતી કેટલીક યોજનાઓનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં વીજળી અને શહેરી ક્ષેત્રને લગતી કેટલીક યોજનાઓનું ઉદ્ધાટન કરશે

કેરળમાં પ્રધાનમંત્રીના હસ્તે કેટલીક મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં વીજળી અને શહેરી ક્ષેત્રને લગતી કેટલીક મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી કેન્દ્રીય વિદ્યુત રાજ્ય મંત્રી - સ્વતંત્ર પ્રભાર અને નવી અને નવીનીકરણીય ઊર્જા, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

આ દરમિયાન પ્રધાનમંત્રી 320 કે.વી. પુગ્લુર અને ત્રિશુર વીજળી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તથા 50 મેગાવોટ ક્ષમતાની કસરગોડ સૂર્ય ઉર્જા પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં ઇન્ટિગ્રેટેડ કમાન અને નિયંત્રણ કેન્દ્રની આધારશિલા મૂકશે. જેનો આશય તિરુવનંતપુરમ નગર નિગમ માટે સ્માર્ટ સોલુશન્સ પૂરા પાડવાનો છે. સાથે જ તેઓ તિરુવનંતપુરમમાં સ્માર્ટ સડક યોજનાની આધાર શિલા મૂકશે. તથા AMRUT મિશન અંતર્ગત અરુવિકરામાં બનેલા 75 MLD જલ શુધ્ધિકરણ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.