પ્રધાનમંત્રી આજે 100મી કિસાન રેલને બતાવશે લીલીઝંડી

પ્રધાનમંત્રી આજે 100મી કિસાન રેલને બતાવશે લીલીઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવીને રવાના કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવીને રવાના કરશે. આ મલ્ટી-કોમોડિટી ટ્રેન સેવામાં ફુલાવર, કેપ્સિકમ, કોબીજ, સરગવો, મરચા, ડુંગળી જેવા શાકભાજી તેમજ દ્રાક્ષ, નારંગી, દાડમ, કેળા, સીતાફળ જેવા ફળોને એક જગ્યાએ થી બીજી જગ્યા પર લઇ જવામાં મદદરૂપ બનશે. ઝડપથી બગડી શકે તેવી આ ચીજવસ્તુઓના લોડિંગ અને અનલોડિંગ માટે રૂટમાં આવતા તમામ સ્ટોપેજ પર મંજૂરી આપવામાં આવશે અને આ રેલમાં કન્સાઇન્મેન્ટના કદની કોઇ જ મર્યાદા રાખવામાં આવી નથી. ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50% સબસિડી આપી છે.

આ શૃંખલાની પ્રથમ કિસાન રેલ 7 ઑગસ્ટ 2020ના રોજ દેવલાલીથી દાનાપૂર સુધી દોડાવવામાં આવી હતી, જેને બાદમાં મુઝફ્ફરપૂર સુધી લંબાવવામાં આવી હતી. લાભાર્થી ખેડૂતો તરફથી આ કિશાન રેલને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હોવાથી, તેની ફ્રિકવન્સી વધારીને એક જ સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવી હતી. 

સમગ્ર દેશમાં કૃષિ ઉપજોના ઝડપી પરિવહન માટે કિસાન રેલ પરિવર્તનકારી પૂરવાર થઇ રહી છે. ત્યારે આ કિશાન રેલ ઝડપથી બગડી જાય તેવા ખાદ્ય ઉપજો માટે, અવરોધરહિત પૂરવઠા શ્રૃંખલા પૂરી પાડે છે.
7 ઓગષ્ટ 2020માં શરુ કરાયેલ આ કિશાન રેલની આજે 100મી રેલ મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર રવાના થશે. ત્યારે આ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.