નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, નિકાસકારો માટે 50 હજાર કરોડના પ્રોત્સાહન પેકેજની ઘોષણા

નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, નિકાસકારો માટે 50 હજાર કરોડના પ્રોત્સાહન પેકેજની ઘોષણા

દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકારે કરી મોટી જાહેરાત - નાણામંત્રી નિર્મલા સિતારમણે નિકાસકારોને કરી પચાસ હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોસણા- કિમતી પથ્થર અને આભુષણ, યોગ- પર્યટન , વસ્ત્ર અને ચામડાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે માર્ચ 2020થી વાર્ષિક મેળો શોપિંગ ફેસ્ટીવલનો દેશમાં ચાર જગ્યા ઉપર કરવામાં આવશે આયોજન.

કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તાજેતરની દેશની અર્થ વ્યવસ્થા પર અનેક નિવેદનો આપ્યાં હતા. જેમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમણે, જણાવ્યું હતું. કે, હાલમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે અને ઓદ્યોગીક ઉત્પાદનોમાં સુધારના સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. 

આ સાથે સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસના દરોમાં ઓછા કરવાની સાથે નિકાસકારો માટે 50 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સાથે જૂના ROSL ડિસેમ્બર 2019 સુધી લાગુ રહેશે. આ સાથે નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન દેશના ચાર સ્થળોએ વાર્ષિક મેગા શોપિંગ ફેસ્ટીવલ પણ યોજવામાં આવશે. જેની શરૂઆત માર્ચ 2020 પછી થશે. વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, વેપારમાં સુગમતા રહે તે માટે સરકારે અનેક મહત્વના પગલાં ભર્યા છે. 

આ સાથે વિદેશી હુંડિયામણ વૃદ્ધિ અને સ્થિર રોકાણમાં સુધારો થયો છે. અંતમાં મકાન લેવાનું વિચારતા લોકો માટે સારી જાહેરાત કરતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, અફોરડેબલ ઈનકમ શ્રેણીમાં આવતી પરિયોજનાઓ જે NCLT અને NPAમાં ફસાઈ નથી તે યોજનાઓને 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.