ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનનું PM કરશે ઉદ્ઘાટન

ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનનું PM કરશે ઉદ્ઘાટન

રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સંમેલનનો ઉદ્દેશ રાજ્યમાં રોકાણકારોને આકર્ષિત કરવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. બે દિવસીય સંમેલનમાં 20 દેશના 200થી વધુ રોકાણકારોનું પ્રતિનિધિમંડળ રાજ્યમાં રોકાણની સંભાવના ચકાસશે. હિમાચલ પ્રદેશમાં પ્રથમવાર થઈ રહેલ ગ્લોબલ ઇન્વેસ્ટર મીટમાં આઠ મુખ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.. કારણ કે, અહીં પ્રવાસન, ફૂડ પ્રોસેસીંગ , આઈટી અને ફાર્માની સાથે સાથે આયુષ્ય રાજ્યનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. રાજ્યને કાર્યક્રમથી સારું પરિણામ મળવાની આશા છે..