જો બાઈડેન બન્યા USAના 46મા રાષ્ટ્રપતિ, 2008માં બન્યા હતા ઉપરાષ્ટ્રપતિ

જો બાઈડેન બન્યા USAના 46મા રાષ્ટ્રપતિ, 2008માં બન્યા હતા ઉપરાષ્ટ્રપતિ

અમેરીકાના નવા નિયુકત રાષ્ટ્રપતિ જો બાઇડનનો જન્મ 20 નવેમ્બર 1942ના રોજ પેન્સિલવેનિયાના સ્ક્રેનટન શહેરમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના થયા ત્યારે તેમનો પરિવાર વેલમિંગ્ટન આવી ગયા હતાં. તેમણે ડેલવર એટ્રનીના રૂપે પણ કામ કર્યું છે. 

વર્ષ 1970 થી 1972 સુધી તેઓ ન્યુ કોસલ કાઉન્ટીમાં રહ્યાં હતાં. 29 વર્ષની ઉમરમાં 1972માં તેઓ સેનેટમાં ચુંટાયા હતાં. તેઓ અમેરિકાના ઇતિહાસમાં પાંચમાં યુવા સેનેટર બન્યાં હતાં. વર્ષ 2008માં તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતાં. અને ફરી વર્ષ 2012માં ફરીવાર ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતાં. 

એપ્રિલ-2019માં તેમની રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતાં. જ્યારે 17 ઓગષ્ટ 2020ના રોજ ડેમોક્રેટીક પાર્ટીએ બ્રાઇડનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં હતાં. કેલિફોર્નિયાથી સેનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા હતાં. અમેરિકામાં જો-બ્રાઇડન સૌથી મોટી ઉમરના રાષ્ટ્રપતિ બન્યાં છે. જ્યારે કમલા હૈરિસ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે. 

તેઓ પ્રથમ એશીયન -અમેરીકન ઉપરાષ્ટ્રપતિ બનશે. તેમણે હાર્વડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેઓ વર્ષ 2010માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યાં હતાં. તેઓ નવેમ્બર-2016માં સેનેટર બનનાર બીજા આફ્રિકન-અમેરિકન મહિલા બન્યાં હતાં તેમજ સેનેટર બનનાર તેઓ પ્રથમ દક્ષિણ એશિયાઇ મહિલા બની હતી.