ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી ગેમ્સ આજથી ગૌહાટીમાં શરૂ

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી ગેમ્સ આજથી ગૌહાટીમાં શરૂ

કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજજૂ કરાવશે પ્રારંભ

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી ગેમ્સ આજથી ગૌહાટીમાં શરૂ થવા જઈ રહી છે. ખેલનું ઉદ્ઘાટન સમારોહ સાંજે ગૌહાટીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજીત કરાશે. ઉદ્ઘાટન સમારોહમાં ઘણા સ્ટાર ખેલાડી જોવા મળશે. રંગારંગ કાર્યક્રમ દરમિયાન લાલશૌટ ટેકનીકનો શ્રેષ્ઠ તાલમેળ જોવા મળશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો ત્રીજા રમતોત્સવમાં ઘણી બાબતો પ્રથમવાર થશે. કોલકાતા અને દિલ્હીથી ખેલાડીઓને ગૌહાટી લાવવા વિશેષ વિમાન તૈનાત કરાયા છે. જ્યારે ગો ગ્રીન પ્રોગ્રામ હેઠળ આયોજન સ્થળે ઇલેક્ટ્રીક કાર જોવા મળશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં લગભગ 6800 એથ્લીટ્સ ભાગ લેશે. તમામ ખેલાડીઓ 20 સ્પર્ધામાં ભાગ લેશે.