કોરોના વાયરસ : પ્રધાનમંત્રી મોદીએ મેડિકલ સ્ટાફ સહિત મિડિયાની ભૂમિકાના કર્યા વખાણ

કોરોના વાયરસ : પ્રધાનમંત્રી મોદીએ મેડિકલ સ્ટાફ સહિત મિડિયાની ભૂમિકાના કર્યા વખાણ

ભાજપ સંસદીય દળની બેઠકમાં કોરોના વાયરસ પર થઈ ચર્ચા, સાંસદોને તેમના વિસ્તારમાં જાગૃતતા ફેલાવવાના કાર્યક્રમો યોજવા કરાયો નિર્દેશ

ભાજપ સંસદીય દળ ની બેઠક ,આજે યોજાઈ હતી. બેઠક માં , કેન્દ્રીય આરોગ્ય મંત્રી ,ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વાયરસ ને લઈ ,પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બેઠક માં ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,સાંસદો ને ,પોતાના મત વિસ્તાર માં ,સતર્કતા વધારવા માટે ,જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ,ડૉક્ટરો, એરપોર્ટ કર્મચારીઓની ,પ્રશંસા કરી હતી. તો પ્રધાનમંત્રી ,મીડિયા ની ભૂમિકા ને પણ , બિરદાવી હતી. PM ,રેલવે કર્મચારીઓ, પોર્ટ પર કામ કરતા લોકો ની કામગીરી ની ,પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની આપત્તિ અંગે લોક જાગૃતિ કેળવવામાં પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે. આજે સંસદમાં ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દરેક સાંસદને અઠવાડિયાના અંતમાં પોતાના મતવિસ્તારમાં જઈને કોરોના અંગે લોક જાગૃતિ કેળવવાના કાર્યક્રમો હાથ ધરવાની સૂચના આપી છે. પ્રધાનમંત્રીએ સાંસદોને પ્રસાર માધ્યમો અંગે યોગ્ય કામગીરી કરે તે માટે તેમણે મદદરૂપ થવાની સૂચના આપી છે. આરોગ્યમંત્રી હર્ષવર્ધને બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસના ખતરા સામે લડવા લીધેલા પગલાંઓનું પ્રઝેન્ટેશન રજૂ કર્યું હતું.