રાજ્ય સરકારનું સ્ટર્લિંગ પોર્ટ લિમીટેડ સામે કડક વલણ

રાજ્ય સરકારનું સ્ટર્લિંગ પોર્ટ લિમીટેડ સામે કડક વલણ

ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટેની તમામ પરવાનગીઓ રદ કરી દેવા સૂચના મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ સ્ટર્લિંગ પોર્ટ લિમીટેડ સામે કડક વલણ અપનાવ્યું છે.

કોર્ટને અપાયેલા કોન્ટ્રાક્ટ ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટેની તમામ પરવાનગીઓ રદ કરી દેવા સૂચનાઓ આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ પોર્ટને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે નિતીન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને પરવાનગી આપવામાં આવી હતી.

પરંતુ ત્યારબાદ બંદરના વિકાસ માટે કંપનીએ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી.અને આથી ગુજરાત મેરીટાઈમ બોર્ડની સમિતિની બેઠકમાં મુખ્યમંત્રીએ આંધ્રબેંક ને પરવાના ધારક તરીકે નિયુક્ત કરવાનો અને સ્ટર્લિંગ પોર્ટ લિમીટેડને થયેલો કરાર રદ કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, નીતિન સાંડેસરા વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી મોટી રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર છે.