કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશભરમાં મિશન ઇન્દ્રધનુષ 2.0નો પ્રારંભ

કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશભરમાં મિશન ઇન્દ્રધનુષ 2.0નો પ્રારંભ

  • 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓનું ટિકાકરણ કરવાનો સરકારની યોજનાનો છે ઉદ્દેશ

કોઈપણ ગર્ભવતી મહિલા અને નવજાત શિશુ રસીકરણથી વંચિત રહે તે માટે આજથી સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 શરૂ થવા જઈ રહ્યું છે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 272 જિલ્લામાં સઘન મિશન ઇન્દ્રધનુષની શરૂઆત થઈ રહી છે. ચાર તબક્કામાં ચાલનાર અભિયાનનો ઉદેશ રસીકરણની ટકાવારીને 100 ટકા લોકો સુધી પહોંચાડવાનું છે. જેમાં બિહાર અને યુપીના 650 બ્લોક ઉપર ખાસ નજર રહેશે. કારણ કે તાલુકામાં રસીકરણની ટકાવારી ઓછી છે. યોજનામાં ગર્ભવતી મહિલાથી લઈને બે વર્ષ સુધીના નવજાત શિશુને સંપૂર્ણરીતે રસી આપવામાં આવશે. અભિયાન હેઠળ 12 બીમારી સામે રક્ષણ માટે રસી આપવામાં આવશે. આજના દિવસ બાદ બીજો તબક્કો જાન્યુઆરી 2020, ત્રીજો તબક્કો 3 ફેબ્રુઆરી 2020, અને ચોથો તબક્કો બીજી માર્ચ 2020ના હાથ ધરાશે. અભિયાન હેઠળ સરકારી માણસો ઘર ઘર સુધી પહોંચીને રસીકરણ કરશે.