શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત

શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે ,ભારત ના ,પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ,ગોતાબાયા રાજપક્ષે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ,હૈદરાબાદ હાઉસ માં ,મુલાકાત કરી હતી. જ્યાં ,બંને નેતાઓ વચ્ચે, દ્વિપક્ષીય મંત્રણા કરવા માં ,આવી હતી. દ્વિપક્ષીય ચર્ચા-વિચારણા માં ,બન્ને નેતાઓએ એકબીજાના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો.

શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે ,ભારત ના ,પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ,ગોતાબાયા રાજપક્ષે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ,હૈદરાબાદ હાઉસ માં ,મુલાકાત કરી હતી. જ્યાં ,બંને નેતાઓ વચ્ચે, દ્વિપક્ષીય મંત્રણા કરવા માં ,આવી હતી. દ્વિપક્ષીય ચર્ચા-વિચારણા માં ,બન્ને નેતાઓએ એકબીજાના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો. ઉપરાંત તમિલ સમુદાય, હિન્દ મહાસાગરની સ્થિતિ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં સુરક્ષા સહયોગના મુદ્દા પર વાતચીત સફળ રહી હતી તેમ જણાવવામાં આવ્યું હતું.પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, શ્રીલંકા સરકાર તમિલોની સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સમન્વયની પ્રક્રિયાને આગળ વધારશે.પ્રધાનમંત્રીએ ભારત તરફથી આતંકવાદનો વિરોધ તેમજ માળખાકીય વિકાસ માટે શ્રીલંકાને કુલ 450 મિલિયન ડૉલર લાઈન ઓફ ક્રેડિટ આપવાની જાહેરાત કરી હતી. સાથે પ્રધાનંમત્રીએ પોતાના નિવેદનમાં નેબરહુડ ફર્સ્ટ પોલીસીની વાત કરતા જણાવ્યું હતું કે, પાડોશી દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવી તેમની સરકારની પ્રાથમિકતા છે. સાથે પીએમએ કહ્યું કે, મજબૂત શ્રીલંકા માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર હિન્દ મહાસાગરના હિતમાં છે.તો શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ સમગ્ર મંત્રણાને સફળ ગણાવી હતી. અને ભારત તરફથી આપવામાં આવેલા લાઈન ઓફ ક્રેડિટ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે કહ્યું કે, શ્રીલંકા જલ્દી ભારતીય માછીમારોની હોડીઓને મુક્ત કરશે.