આત્મનિર્ભરતા શબ્દને વૈશ્વિક માન્યતા મળી

આત્મનિર્ભરતા શબ્દને વૈશ્વિક માન્યતા મળી

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આત્મનિરભરતાને 2020નો હિંદી શબ્દ ઘોષિત કર્યો..જેથી આ શબ્દ ને વૈશ્વિકસ્તરે માન્યતા મળી..

વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો હતો. અને તેમના આ સંકલ્પને દરેક દેશવાસી પુરો કરી રહ્યાં છે. આ દરમિયાન ઓક્સફોર્ડ લેગ્વેજે આત્મનિર્ભરતા શબ્દને વર્ષ 2020 માટે હિન્દી શબ્દ જાહેર કર્યો છે. નિવેદન અનુસાર આત્મનિર્ભરતા શબ્દને એટલા માટે પસંદ કરવામાં આવ્યો કેમ કે તે શબ્દ અનેક ભારતીયો માટે દૈનિક સંઘર્શ અને મહામારી વિરૂધ્ધ તેની જંગને દર્શાવે છે. આત્મનિર્ભરતા શબ્દનો અર્થ અને વિચાર વિતેલા વર્ષમાં મોટા ભાગના ભારતીયોની ભાવનાનો હિસ્સો છે. હવે તેને ઓક્સફોર્ડની હિન્દી ડિક્સનરીમાં જોડવાનો નિર્ણય લેવાયો છે. ઓક્સફોર્ડ ભાષાથી જોડાયેલ પેનલે આ નિર્ણય લીધો છે. ઓક્સફોર્ડ દરવર્ષે એક એવા શબ્દની જાહેરાત કરે છે. જેનું ગત વર્ષમાં ઘણું મહત્વ જોવા મળ્યું હોય સાથે તે શબ્દનું સાસ્કૃતિક મહત્વ પણ રહ્યું હોય. ઓક્સફોર્ડ લેગ્વેજે પોતાના નિવેદનમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારી દરમિયાન દેશને આત્મ નિર્ભર બનાવવા માટે કોરોના પેકેજની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં આપેલા ભાષણમાં આત્મનિર્ભરતા શબ્દનો પ્રયોગ કરાયા બાદ આ શબ્દનો ઉપયોગ લોકભોગ્ય બની ગયો હતો.