આજે વિશ્વ બ્રેઈલ દિવસ, ડીડી ગિરનાર પર પ્રજ્ઞાચક્ષુ બહેન દ્વારા થશે સમાચારનું વાંચન

આજે વિશ્વ બ્રેઈલ દિવસ, ડીડી ગિરનાર પર પ્રજ્ઞાચક્ષુ બહેન દ્વારા થશે સમાચારનું વાંચન

આજે વિશ્વ બ્રેઈલ દિવસ છે. આજે બ્રેઈલ લિપિના સંશોધક લુઈ બ્રેઈલનો જન્મદિવસ પણ છે, જેમણે દ્રષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપિ તૈયાર કરી હતી. લુઈ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી, 1809 ના રોજ ઉત્તરી ફ્રાંસના કૂપ્વે શહેરમાં થયો હતો. 

માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં એક દુર્ઘટનામાં તેમણે પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. પોતાની વ્યથા સમજતા તેમણે છ બિંદુઓવાળી બ્રેઈલ લિપિની શોધ કરી.  આજે વિશ્વ બ્રેઈલ દિવસના પ્રસંગે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સમાચાર બુલેટિનમાં દિવ્યાંગ બહેન દ્વારા સમાચાર વાંચન કરવામાં આવશે. ઉપરાંત ડીડી ગિરનાર પર આવતા સાંજના સમાચારમાં પણ પ્રજ્ઞાચક્ષુ બહેન દક્ષાબેન ઠક્કર દ્વારા સમાચાર વાંચન કરવામાં આવશે.