અમેરિકા: મહાભિયોગ પર ટ્રંપ વિરુદ્ધ તપાસ આવતા સપ્તાહથી થશે શરૂ

અમેરિકા: મહાભિયોગ પર ટ્રંપ વિરુદ્ધ તપાસ આવતા સપ્તાહથી થશે શરૂ

અમેરિકી રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પર તપાસ આવતા સપ્તાહથી શરૂ થશે..રાષ્ટ્રપતિ ટ્રંપ પર પોતાના રાજકીય વિરોધીઓની વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ કરવા માટે યૂક્રેન પર દબાણ બનાવવાની કોશિશ કરવાનો આરોપ છે... 

મહાભિયોગ તપાસ મામલાની સુનાવણી આવતા સપ્તાહથી શરૂ થશે અને તે બે દિવસ સુધી ચાલશે..હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ એડમ શિફે એક નિવેદનમાં કહ્યું કે યૂક્રેન માટે હાલની ઉચ્ચ અમેરિકી રાજનયિક વિલિયમ ટેલર સહિત બે અમેરિકી અધિકારી પોતાના નિવેદનો નોંધાવશે

ટેલરે આરોપ લગાવ્યો હતો કે ટ્રંપે તપાસ માટે યૂક્રેન પર દબાણ બનાવવા કહ્યું હતું, જેથી રાજકીય રીતે રાષ્ટ્રપતિને ફાયદો થાય..શિફ કહ્યું કે યૂક્રેનમાં નિયુક્ત રહેલી અમેરિકાની પૂર્વ રાજદૂત મૈરી યોવાનોવિચ 15 નવેમ્બરે શુક્રવારે પોતાનું નિવેદન આપશે..તેમણે તપાસકર્તાઓને કહ્યું કે ટ્રંપના સહયોગીઓ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાને કારણે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે..

દરમિયાન, ટ્રંપના પુત્રએ કથિત રીતે તે વ્હિસિલબ્લોઅરનું નામ સાર્વજનિક કરી દીધું, જેની ફરિયાદ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગનો આધાર તૈયાર કર્યો હતો..