ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

નવી દિલ્હીમાં થશે વેપાર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

ભારત અને અમેરિકા વચ્ચે આજે નવી દિલ્હીમાં વેપાર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતના ઉચ્ચ વેપાર શુલ્ક પર ટિપ્પણી વચ્ચે બંને દેશો વચ્ચે આ વાર્તા થઈ રહી છે.

યુએસ સ્ટેટ રિપ્રેઝેન્ટીવનું એક દળ વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જી-20 સંમેલન દરમિયાન ઓસાકામાં થયેલી વાતચીત પછી બંને દેશો વચ્ચે વેપાર મુદ્દે પ્રથમ વાતચીત છે.