15 જુલાઈ થશે ચંદ્રયાન-2નું લોન્ચિગ, જાણો કેવુ હશે મિશન?

15 જુલાઈ થશે ચંદ્રયાન-2નું લોન્ચિગ, જાણો કેવુ હશે મિશન?

લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી

ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્ર પર બીજુ પગલું મુકવા તૈયાર છે. ચંદ્ર પર જવા તૈયાર છે. ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે.

લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે.

15 જૂલાઈ 2019ના રોજ સવારે 2 વાગ્યે 15 મિનિટે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે.અંદાજે રૂ. 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

3800 કિલો વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) હશે.

ઈસરોના ચેરમેન ડૉ.કે.સિવાને જણાવ્યું હતું કે, લેંડરને ઓર્બિટરની ઉપર રાખવામાં આવશે. લેંડર, ઓર્બિટર અને રોવરને એક સાથે કંપોટિટ બોડી કહેવામાં આવે છે.

આ કમ્પોઝિટ બોડીને GSLV mk lll લોન્ચ વિહિકલની અંદર હીડ શીલ્ડમાં રાખવામાં આવશે.

15 જુલાઈએએ લોન્ચના 15 મીનીટ બાદ GSLVથી કંપોઝિટ બોડીને ઈજેક્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રોફેલ્શન સિસ્ટમ સક્રિય બનતા કંપોઝિટ બોડી ચન્દ્ર તરફ આગળ વધશે.

કેટલાક દિવસ બાદ વધુ એક રેટ્રો સળગવાથી તે ચંદ્રની કક્ષામાં પહોંચી જશે.ત્યાર બાદ યોગ્ય સમયે લેંડર ઓર્બિટરથી અલગ થઈ જશે. લેંડર પોતાના પ્રોપલ્શનનો ઉપયોગ કરી ચંદ્રથી 30 કિલોમીટર દૂર કક્ષામાં 4 દિવસ સુધી યથાવત રહેશે.

જે દિવસે લેંડિગ થશે ત્યારે લેંડરનો પ્રોપલ્શન સિસ્ટમ તેની વેલિસિટીનો ઘટાડશે અને લેંડરનો ચંદ્રના સાઉથ પોલ પર લેંડ કરાવશે. આ પ્રક્રિયામાં લગભગ 15 મીનીટ જેટલો સમય લાગશે.