ભારત અને ચીન વચ્ચે થયા ચાર MOU

ભારત અને ચીન વચ્ચે થયા ચાર MOU

ચીન યાત્રા દરમિયાન સોમવારે બન્ને દેશો વચ્ચે સમજૂતી પર થયા હસ્તાક્ષર

વિદેશ મંત્રી એસ.જયશંકરની ચીન યાત્રા દરમિયાન સોમવારે બન્ને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

આ તકે એસ.જયશંકરે કહ્યું કે આવા સમયમાં જ્યારે સમગ્ર દુનિયા અનિશ્ચિતતાની સ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે ભારત-ચીન સંબંધોને સ્થિરતા સ્થાપી ઉદાહરણ આપવું જોઈએ.

વિદેશ મંત્રી એસ.જયશંકર ત્રણ દિવસની ચીનની મુલાકાત પર છે.

આ દરમિયાન તેમણે પોતાના સમકક્ષ ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. જે પછી એક પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થઈ હતી.

બન્ને દેશોના સંબંધો ઝડપથી નવી ઉંચાઈઓ પર પહોંચી રહ્યાં છે. નોંધનીય છે કે આ પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે બેઈજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ ચિશાન સાથે મુલાકાત કરી હતી.