સ્વીડનના રાજા અને રાણી ભારતના 5 દિવસના પ્રવાસે

સ્વીડનના રાજા અને રાણી ભારતના 5 દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત-દ્વીપક્ષિય અને પરસ્પર હિતોના બહુપક્ષીય મુદ્દા પર કરશે ચર્ચા.

સ્વીડનના રાજા કાલ સુલેમે ગુસ્તાફ અને રાણી સીલ્વીયા ભારતના પાંચ દિવસના પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચ્યા. નવી દિલ્હી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ..સ્વીડનના રાજા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય અને પારસ્પરીક હિતોના બહુપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. વિદેશમંત્રી એસ. જયશંકર પણ સ્વીડનના રાજા સાથે મુલાકાત કરશે. ઉપરાંત શાહી યુગલનો દિલ્હીની જામામસ્જિદ, લાલ કિલ્લો અને ગાંધી સ્મૃતિ જવાનો કાર્યક્રમ છે. દિલ્હી ઉપરાંત શાહી દંપત્તિનો મુંબઈ અને ઉત્તરાખંડ જવાનો કાર્યકમ છે. તેમની ભારતની ત્રીજી મુલાકાત છે. પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અંગેના દસ્તાવેજો ઉપર સહી સિક્કા થવાની આશા છે.