આજે હિંદી દિવસ, PM મોદી સહિત દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામનાઓ

આજે હિંદી દિવસ, PM મોદી સહિત દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભકામનાઓ

આજે હિંદી દિવસ છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિંદી દિવસની ઉજવણી થતી હોય છે. હિંદી દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશવાસીઓને સંદેશો પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિન્દી ભાષા અન્ય ભાષાઓને પણ બળ પૂરું પાડે છે. સ્થાનિક ભાષાઓની સાથે હિન્દી ભાષાનો પણ ઉપયોગ થવો જોઈએ.

બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. તેના અનુસંધાનમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ મહત્વના પ્રસંગે રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય, કેન્દ્ર સરકારના કાર્યાલયો અને મંત્રાલયોમાં તેમ જ બેન્કોમાં રાજભાષાના પ્રસાર માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાજભાષા કિર્તી અને રાજભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારોની જાહેરાત થઇ ચુકી છે. જોકે, કોવિડ-19ના કારણે આ વર્ષે હિંદી દિવસ સમારંભનું આયોજન થશે નહીં.